રજીસ્ટર્ડ થયેલી સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં (ગુજરાતી માધ્યમ) શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા
વર્ષ-૨૦૧૪

     સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન હોવાથી હાલ ઉમેદવારે ફોર્મ કોઈ પણ જગ્યાએ જમા કરવાનું નથી. ઉમેદવારે ફોર્મ પોતાની પાસે સાચવી રાખવાની રહેશે.

     ચલન ભરવાની છેલ્લી તારીખ ૦૨-૦૮-૨૦૧૪ છે. ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૦૪-૦૮-૨૦૧૪ છે.
 
     ખાસ નોંધ :
  • જે વ્યક્તિઓએ લઘુત્તમ યોગ્યતાના માપદંડ (લાયકાતો) પુરા કરેલ નથી, ઉદાહરણ તરીકે TAT પરીક્ષા નાપાસ થયેલ હોય તેઓ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક-સહાયક ની પોસ્ટ માટે અરજી કરવા લાયક ગણાશે નહિ.
  • સૌપ્રથમ ચલનની નકલ પ્રિન્ટ કરી નિયત ફી SBI ની કોઈપણ શાખામાં ભરવી, ત્યારબાદ ચલન ભર્યાના લીસ્ટમાં ઉમેદવારના નામનો સમાવેશ થયા બાદ જ અરજીપત્રક ભરી શકાશે (ફી ભર્યા બાદ ઓછા માં ઓછા ૪૮ કલાક બાદ ઉમેદવાર પોતાનું નામ લીસ્ટમાં જોઈ શકશે.)
  • SEBC ઉમેદવારો માટે: તારીખ ૦૧-૦૪-૨૦૧૩ થી ૩૧-૦૩-૨૦૧૪ સમયગાળાની આવકને ધ્યાને લઈને નોનક્રીમીલીયાર સર્ટીફીકેટ (પરિશિસ્ટ-ક) તા. ૦૧-૦૪-૨૦૧૪ પછીની તારીખનું ગુજરાતીમાં મેળવેલ માન્ય ગણાશે.
  • આ સર્ટીફીકેટ ન ધરાવતા ઉમેદવાર નો સમાવેશ General Category માં કરવામાં આવશે. તેવા ઉમેદવારોએ બિનઅનામત માટેની ચલનની પ્રિન્ટ કરી જરૂરી ફી ભરવાની રહેશે.
  • જે ઉમેદવારોએ ૨૦૧૧ અને ૨૦૧૪ માં લેવાયેલ બંને TAT પરિક્ષામાં ઉપસ્થિત થયેલ હોય તેઓએ બંને ટાટ નંબર ચલન અને અરજીપત્રકમાં આપવાના રહેશે.

  • TAT - 2011 ના નંબર નો ઉપયોગ કરીને જે ઉમેદવાર ફોર્મ ભરવા માંગતા હોય તેવા ઉમેદવારોએ ચલણમાં TAT નંબરની આગળ T લખી ને બેંકમાં તા. ૨૪.૭.૨૦૧૪ ના રોજ ૧૪:૦૦ કલાક પછી ફિ ભરવા જવું.
  • જે ઉમેદવારોએ તા. ૨૬.૭.૨૦૧૪ સુધીમાં બેંકમાં ફી જમા કરાવેલ છે, તેવા ઉમેદવારો અરજીપત્રક ભરી શકશે


ઓનલાઈન અરજીપત્રક:

જગ્યા નું નામ જાહેરાત સુચના ઓનલાઇન ફોર્મ ભરવામાટેની સૂચના  
શિક્ષણ સહાયક (ગુજરાતી માધ્યમ) View View View Apply Final Print

 

GR No: CRR-10-2007-120320-G.5 dated 13th August, 2008 (કમ્પ્યુટર અંગેનું બેઝીક નોલેજ નક્કી કરવા બાબત)